નોરા ફતેહી છેલ્લા કેટલાક સમયથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવી રહી છે. કેનેડામાં રહેનારી નોરા ફતેહીએ ફિલ્મ ‘રોરઃ ટાઇગર્સ આૅફ ધ સુંદરબંસ’ થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ.
વર્ષ ૨૦૧૪માં પોતાના બોલિવુડ કરિયરથી શરૂઆત કરનારી નોરા હવે સ્ટ્રીટ ડાન્સર ૩ ડીમાં વરૂણ એક ઇન્ટરવ્યૂમાં નોરાએ પોતાના બોલિવુડના સ્ટ્રગલને વિશે વાત કરી. નોરાએ કહ્યુ કે, તેના માટે કેનેડા છોડવુ સહેલુ ના હતુ. પોતાનો દેશ, પોતાના મિત્રો છોડીને ભારત જેવા દેશમાં આવવુ, જ્યાં મને કોઇ ઓળખતુ નથી, મારા માટે મુશ્કેલ હતુ પરંતુ કેટલાક વર્ષોમાં મેં જગ્યા બનાવી દીધી અને તેનાથી હું ખુશ છું.
https://www.instagram.com/norafatehi/
નોરાએ આગળ કહ્યુ કે, હું માત્ર ૫૦૦૦ રૂપિયા લઇને ઇન્ડિયા આવી હતી, હું જે એજન્સીમાં કામ કરતી હતી, ત્યાં મને દર અઠવાડિયે ૩૦૦૦ રૂપિયા મળતા હતા. આ રકમમાં ડેલી રૂટીન મેનેજ કરવાનું ઘણું મુશ્કેલ હતુ.જોકે મેં મેનેજ કરી દીધુ , જેથી અઠવાડિયાના અંતે પૈસા પૂરા ના થાય.
નોરા ફતેહીએ કહ્યુ કે, મેં ઇન્ડસ્ટ્રીમાં ઘણું કામ કર્યુ છે
પરંતુ તે સમય સુધી હું પોપ્યુલર ના હતી પરંતુ દિલબર સોંગ મારા માટે ટર્નિગ સાબિત થયું. બોલિવુડમાં ફ્રી સ્ટાઇલ અંદાજ મને ગમે છે અને આ માટે આ ડાન્સ ફોર્મ મારા માટે નેચરલ રીત છે. આ જ કારણ છે કે ,તે પોતાના ડાન્સ મૂવ્સને કારણે ઇન્ડિયામાં ખૂબ જ પાપ્યુલર થઇ છે.
ઉલ્લેખનીય છે કે, સુષ્મિતા સેનના સોંગ દિલબરમાં નોરા જોવા મળી હતી અને આ સોંગે યૂટ્યૂબ પર ખૂબ જ ટ્રેન્ડ થયુ હતુ. નોરાએ આ સોંગથી ખૂબ જ પાપ્યુલારિટી મેળવી અને નોરાએ પોતાના ડાન્સ મૂવ્સની મદદથી બોલિવુડની આઇટમ ક્વિન બની ગઇ.જાન અબ્રાહમની સત્યમેવ જયતે માં આઇટમ નંબર, પછી સલમાન ખાનની સાથે ફિલ્મ ભારત ને આ પછી વિકી કૌશલની સાથે સોંગ પછતાઓગે રિલીઝ થયા પછી નોરા હવે સ્ટ્રીટ ડાન્સર ૩ડીમાં કામ કરી રહી છે.
[…] 13 ડિસેમ્બર બોલિવૂડની જાણીતી અભિનેત્રી દિશા પટની એક્શન સ્ટાર જેકી ચેનને […]